ધનતેરસના દિવસે પૂજા કરવાના શુભ મુહુર્ત એક જ ક્લિક પર

સોમવાર તા. 9-11-2016ના રોજ આસો વદ-તેરશ- ધનતેરશ છે. સોમપ્રદોષ છે. પ્રદોષકાળ વ્યાપિની તેરશ શુભ ગણાય છે. આ દિવસે આરોગ્ય-આયુષ્ય માટે ધન્વંતરિ ભગવાનનું પૂજન-શિવજીનું પૂજન- મહામૃત્યુંજય જાપ કરી શકાય. ધનપૂજન-સુવર્ણ રૌપ્ય મુદ્રા આભૂષણો અને લક્ષ્મી યંત્ર, શ્રી યંત્ર, શાલિગ્રામ, દક્ષિણાવર્તી શંખપૂજન- રુદ્રીથી માળાપૂજન-અન્ય એકાક્ષી શ્રીફળ, કોડી વગેરે પૂજન કરવાનું મહાત્મ્ય છે.

શુભ મુહૂર્તો : ધનપૂજન-ધન્વંતરિ પૂજન માટે
  • પ્રાત:કાળે : ૬.૪૫ ક.થી ૮.૧૧ કલાક
  • બપોરે : ૯.૩૬ કલાકથી ૧૧.૦૨ કલાક
  • ૧૩.૪૮ કલાકથી ૧૫.૧૫ કલાક
  • સંધ્યા સમયે : ૧૬.૪૪ કલાકથી ૧૮.૦૭ સુધી
  • ૧૮.૦૮ કલાકથી ૧૯.૪૫ સુધી
  • આમાં સવારે ૭.૩૦ કલાકથી ૮ ઉત્તમ.
  • બપોરે ૧૪ કલાકથી ૧૫ સુધી ઉત્તમ.
  • સાંજે ૧૮.૩૦ કલાકથી ૧૯.૩૦ ઉત્તમ છે.

આ દિવસે અનેક શુદ્ધ શુભ પવિત્ર લક્ષ્મી માટેની શુકનવંતી વસ્તુઓ કાળી હળદર, જમણો શંખ-લઘુ નાળિયેર, સ્ફટિક અથવા ધાતુ અથવા રૌપ્ય-તામ્રનું શ્રીયંત્ર વગેરેની પૂજા ઘણી ફળદાયી બને છે જેથી વર્ષ આખું જીવન વધુ સુખદ્ બને છે.

યુરોપના આ દેશમાં થાય છે પુરૃષો પર સૌથી વધુ રેપ!!!

જાણો કયા દેશે ખોલ્યુ છે રેપનો ભોગ બનેલા પુરૃષોની સારવાર માટે સેન્ટર

ભારત સહિતના દુનિયાના મોટાભાગના દેશોમાં મહિલાઓ પર રેપની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ કેટલાક દેશો એવા છે જયાં પુરુષો પર રેપ થતા હોવાના કિસ્સા પણ છાશવારે બનતા હોય છે.

જાણીનો ચોંકી જશો પરંતુ દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં સ્થાન પામતુ સ્વીડન તેમાંનુ એક છે.જેના કારણે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં રેપનો ભોગ બનેલા પુરુષોના ઈલાજ માટેનુ સેન્ટર ખોલવામાં આવ્યુ છે.

યુરોપમાં સ્વીડન જ એવો દેશ છે જ્યાં પુરુષોની સાથે સૌથી વધારે રેપ થાય છે.2014માં આવા 340 કિસ્સા બન્યા હતા.જાણકારોનુ માનવુ છેકે હકીકતમાં આ આંકડો ઘણો વધારે છે.પુરુષોના આ સેન્ટરમાં 24 કલાક સારવાર ઉપલબ્ધ હશે.

સ્વીડનની લીબરલ પાર્ટીના પ્રવક્તાનુ કહેવુ છે કે અમે ખુશ છે કે આ પ્રકારનુ સેન્ટર ખુલ્યુ છે.દુનિયામાં આવુ સેન્ટર શરૃ કરનાર સ્વીડન કદાચ પહેલો દેશ છે.

માત્ર 598 રૂ.માં મળતા કોમ્પ્યૂટરનું બુકિંગ શરૂ, ફિચર્સ જાણવા કરો ક્લિક

BOOK NOW



દુનિયાના સૌથી સસ્તા કોમ્પ્યૂટરનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. આ કોમ્પ્યૂટરની કિંમત માત્ર 9 ડોલર એટલે કે 598 રૂ. છે. દુનિયાના સૌથી સસ્તા કોમ્પ્યૂટર C.H.I.P (કોમ્પ્યૂટર હાર્ડવેર ઇન પ્રોડક્ટ્સ) બનાવવા માટે Next Thing કંપનીએ લોકો પાસેથી પૈસા જમા કરવા માટે C.H.I.P પ્રોજેક્ટ કિકસ્ટાર્ટર નામની ક્રાઇડફંડિગ વેબસાઇટ પર નાખ્યું હતું. આ પ્રોજેક્ટ માટે આખી દુનિયાના લગભગ 39,560 લોકોએ મળીને 13.70 કરોડ રૂ. જમા કર્યા છે. કંપનીની વેબસાઇટ પર આ ડિવાઇસની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે.

આ ડિવાઇસ પર કોમ્પ્યૂટરની જેમ જ ઇન્ટરનેટ ચલાવી શકીએ છીએ. તેમાં વાઇફાઇ તેમજ બ્લુટ્રુથ પણ છે. આમાં LibreOffice પણ આપવામાં આવશે જેની મદદથી તમે વર્ડ પર કામ શરૂ કરી શકશો.


આ કોમ્પ્યૂટરના ફિચર્સ નીચે પ્રમાણે છે...


કોમ્પ્યૂટરમાં 1GHzનું R8 ARM પ્રોસેસર હશે
તમામ ઇન્ટરનલ મેમરી 4GB અને રેમ 512MB હશે
આ ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે wi-fi અને બ્લુટ્રુથ હશે
આ ડિવાઇસમાં માઇક્રોફોન જેક અને હેડફોન જેક હશે
આમાં ટીવી સાથે કનેક્ટ કરતું એક વિડિયો આઉટપુટ ઓપ્શન પણ હશે

અમદાવાદ ગરબા દરમિયાન ફ્લેટની સીડી ઉતરતી યુવતીની છાતીમાં યુવકે નાખ્યો હાથ અને...


ફ્લેટમાં ચાલતા ગરબા દરમિયાન જાહેરમાં જ યુવકે યુવતીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બાપુનગરમાં એક ફ્લેટમાં ગરબા ચાલતા હતા ત્યારે ફ્લેટમાં જ રહેતી યુવતી સીડી ઉતરીને નીચે આવતી હતી. ત્યારે ત્યાં એક યુવકે જાહેરમાં જ યુવતીની છાતીમાં હાથ નાખી દીધો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેને પગલે યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારે યુવતીએ ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં આવેલ રઘુનાથ સ્કૂલ પાસેના એક ફ્લેટમાં બે દિવસ પહેલા રાત્રે ગરબા ચાલતા હતા. ત્યારે ફ્લેટની એક યુવતી નીચે ઉતરતી હતી ત્યાં સામે એક યુવક કે જે ફ્લેટમાં જ રહેતો હતો તે મળી ગયો હતો. યુવતીને જોઈને આ વિકૃત યુવકે યુવતીની છાતીમાં હાથ નાખી દીધો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરતા યુવકે એસિડ છાંટીને મારી નાંખીશ તેવી ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયો હતો. લોકોએ પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મેદસ્વી લોકો માટે પ્રેરક બની શકે છે આ યુવતી









મેદસ્વી લોકો માટે પ્રેરક બની શકે છે આ યુવતી



આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એ માનવીઓના ઘણા બધાં કર્યો સહેલાઈ પૂર્ણ બનાવી દીધા છે જેના કારણે માણસ આળસુ બની રહ્યો છે. અલાસ અને બેઠાળા જીવનના કારણે આજે મેદસ્વી લોકોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં મેદસ્વી લોકો
પોતાનું વજન ઉતારવા માટે અવનવા નુસખા તથા એક્સર્સાઈઝ કરતા હોય છે અને આવા ઘણાં લોકોને તમે જોયા પણ હશે. એવા લોકોને સૌથી મોટી તકલીફ તેમના તેમના શરીરને વળવામાં થતી હોય છે. જો કે અમેરિકાના સેનફ્રાન્સિસ્કો શહેરમાં રહેતી 27 વર્ષની વેલેરી સૈગનની વાત જ જુદી છે. શરીરથી સ્થૂળ એવી આ યુવતી જે પ્રકારના યોગાસન કરે છે તેવા યોગાસન ભાગ્યે જ કોઈ સ્થૂળ વ્યક્તિ કરી શકે. તેના ઇન્સ્ટાગ્રામ પર 80 હજાર ફૉલોવર્સ છે.
વેલેરી એવા યોગાસન કરે છે જે કોઈ સ્લિમ-ટ્રીમ યોગ મહારથી માટે પણ ચેલેન્જ બની રહે તેમ છે. તે વ્હિલ પર બેલેન્સ કરે છે અને શરીરને સંપૂર્ણપણે વળાવે છે. તેનું કહેવું છે કે લોકો શું કહે છે એની હું જરાય ચિંતા નથી કરતી. તેના મતે તેનું બૉડી એકદમ સરસ છે અને મહિલાઓ તેનાથી પ્રેરણા લે છે. આ મેદસ્વી યુવતીએ ત્રણ વર્ષ પહેલાં યોગ શીખવાની શરૂઆત કરી હતી જયારે તે યુનિવર્સિટીમાં ફાઈન આર્ટની ડિગ્રી લઈ રહી હતી અને અઠવાડિયામાં યોગના બે ક્લાસ લેતી હતી. વેલેરીનું કહેવું છે કે તેની યોગ પ્રેક્ટિસે તેનું આખું જીવન જ બદલી નાંખ્યુ અને તે પોતાના માટે પણ પ્રેરક છે. વધુમાં તે કહે છે કે તેને યોગ ટીચર બનીને અન્ય ફૂલ સાઈઝ લોકોને ટ્રેનિંગ આપવા ઈચ્છું છુ. તેને જોઈને સ્થૂળ લોકોમાં પણ યોગ કરવાનો આત્મવિશ્વાસ વધશે.

આ છે વિશ્વની સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટ

1.Maria-Licciardi


Maria-Licciardi



મારિયા લિક્કીઆર્ડી : 24 માર્ચ 1951માં જન્મેલી મારિયા લિક્કીઆર્ડીને નેપલ્સમાં સેકૉડિગ્લિઆનો ગેંગની બૉસ રહી ચૂકી છે. તે લગભગ 8 વર્ષ સુધી (2001માં ધરકપડ) સુધી ક્રાઈમ ગેંગસ્ટર રહી. મારિયા પોતાના પતિ અને બંને ભાઈઓની ધરપકડ પછી આ ગેંગની બૉસ બની. મારિયાને તેના ગેંગના લોકો ગૉડમધર કહે છે. મારિયા નાની ઉંમરની છોકરીઓને ખરીદીને 2000 ડૉલરમાં વેંચી દેતી હતી. તે આ છોકરીઓને જબરદસ્તી સેક્સ વર્કર બનાવી દેતી. જ્યારે એને એવું લાગતું કે હવે છોકરી કોઈ કામની નથી તો તેને મારી નાંખતી. 1995માં તેનું સામ્રાજ્ય ત્યારે ડામાડોળ થવા લાગ્યું જ્યારે તેની ડ્રગથી એડિક્ટ 11 લોકોનું મૃત્યુ થયું. એ પછી પોલીસે એ ગંગને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્લાન બનાવ્યો. 2001માં મારિયા પકડાઈ ગઈ. જો કે એવું માનવામાં આવે છે કે જેલમાં રહીને પણ તે પોતાનું સંગઠન ચલાવી રહી છે.

2.Jemeker-Thompson

Jemeker-Thompson



જેમેકર થૉમ્પસન: જેમેકર ગરીબ પરિવારની હતી. તેણે પતિ એન્થોની મોસલે સાથે મળીને કોકેન વેચવાનું કામ શરૂ કર્યું. 1980માં લૉસ એન્જેલિસમાં બંને સૌથી મોટા ડ્રગ ટ્રેફિકર્સ બની ગયા. એક દિવસ એન્થનીની ગોળી મારીને હત્યા કરાઈ. પતિની હત્યા પછી થૉમ્પસન ભાંગી પડી હતી પણ તેણે ધંધો ચાલુ રાખ્યો. તે એક નવા ડીલર સાથે પાર્ટનર બની. તેનો પાર્ટનર પકડાયો તો એણે થૉમ્પસનના નામનો ખુલાસો કર્યો. થૉમ્પસન છ વર્ષ ફરાર રહીને લૉસ એન્જેલસ પાછી ફરી તો એક દિવસ એને પકડી લેવાઈ અને 15 વર્ષ માટે જેલની સજા ફટકારાઈ.
3.melasa 'LA China'




melasa 'LA China'



મેકિસકોની ડ્રગની હેરાફેરી કરતી કુખ્યાત મહિલા મેલિસા 'લા ચાઈના' કૈલ્ડેરેનને તાજેતરમાં એરેસ્ટ કરવામાં આવી છે. તમને નવાઈ લાગશે પણ મેલિસા ' લા ચાઈના' કૈલ્ડેરેન ઉપર 180થી વધારે હત્યાઓનો આરોપ છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે એની ધરપકડ કરાવવામાં એના બૉયફ્રેન્ડે જ પોલીસની મદદ કરી હતી સાથે સાથે તેને પોતાની ગર્લફ્રેન્ડને સાઈકિક પણ ગણાવી હતી. જે કે તેની તાકાતનો અંદાજ તો એ વાતથી જ લગાવી શકાય છે કે આટલા બધા ગુનાઓ કર્યા હોવા છતાં પોલીસ હજી તેને એરેસ્ટ કરી શકી નહોતી

4. sandra-alevo beltren


sandra-alevo beltren



સાંદ્રા એવિલા બેલ્ટ્રેન-: 11 ઓક્ટોબર 1960માં જન્મેલી સાંદ્રા એવિલા બેલ્ટ્રેનને ધ ક્વીન ઓફ પેસિફિક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપનામ તેને મેક્સિકોમાં ડ્રગ હેરાફેરીની લીડર બની ત્યારે મળ્યું હતું. તેણે બે વખત લગ્ન કર્યા અને એ પણ પોલીસ કર્મચારીઓ સાથે. નવાઈની વાત તો એ છે કે એ બંને પણ હેરાફેરીમાં જોડાઈ ગયા. એ બંનેની હત્યા બીજા અપરાધીઓએ કરી નાંખી, બેલ્ટ્રેન જ્યારે કોઈ ગુનો કરે ત્યારે સબુત નહોતી છોડતી. 2007માં તેને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને ડ્રગ ટ્રાફિકિંના આરોપોમાં પકડવામાં આવી. ગયા વર્ષે એને પાંચ વર્ષની સજા કરવામાં આવી અને મની લૉન્ડરિંગનો દંડ લગાવવામાં આવ્યો.
Powered by Blogger.