મેદસ્વી લોકો માટે પ્રેરક બની શકે છે આ યુવતી
આજના આધુનિક યુગમાં ટેકનોલોજી એ માનવીઓના ઘણા બધાં કર્યો સહેલાઈ પૂર્ણ બનાવી દીધા છે જેના કારણે માણસ આળસુ બની રહ્યો છે. અલાસ અને બેઠાળા જીવનના કારણે આજે મેદસ્વી લોકોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં મેદસ્વી લોકો
પોતાનું વજન ઉતારવા માટે અવનવા નુસખા તથા એક્સર્સાઈઝ કરતા હોય છે અને આવા ઘણાં લોકોને તમે જોયા પણ હશે. એવા લોકોને સૌથી મોટી તકલીફ તેમના તેમના શરીરને વળવામાં થતી હોય છે. જો કે અમેરિકાના સેનફ્રાન્સિસ્કો શહેરમાં રહેતી 27 વર્ષની વેલેરી સૈગનની વાત જ જુદી છે. શરીરથી સ્થૂળ એવી આ યુવતી જે પ્રકારના યોગાસન કરે છે તેવા યોગાસન ભાગ્યે જ કોઈ સ્થૂળ વ્યક્તિ કરી શકે. તેના ઇન્સ્ટાગ્રામ પર 80 હજાર ફૉલોવર્સ છે.
વેલેરી એવા યોગાસન કરે છે જે કોઈ સ્લિમ-ટ્રીમ યોગ મહારથી માટે પણ ચેલેન્જ બની રહે તેમ છે. તે વ્હિલ પર બેલેન્સ કરે છે અને શરીરને સંપૂર્ણપણે વળાવે છે. તેનું કહેવું છે કે લોકો શું કહે છે એની હું જરાય ચિંતા નથી કરતી. તેના મતે તેનું બૉડી એકદમ સરસ છે અને મહિલાઓ તેનાથી પ્રેરણા લે છે. આ મેદસ્વી યુવતીએ ત્રણ વર્ષ પહેલાં યોગ શીખવાની શરૂઆત કરી હતી જયારે તે યુનિવર્સિટીમાં ફાઈન આર્ટની ડિગ્રી લઈ રહી હતી અને અઠવાડિયામાં યોગના બે ક્લાસ લેતી હતી. વેલેરીનું કહેવું છે કે તેની યોગ પ્રેક્ટિસે તેનું આખું જીવન જ બદલી નાંખ્યુ અને તે પોતાના માટે પણ પ્રેરક છે. વધુમાં તે કહે છે કે તેને યોગ ટીચર બનીને અન્ય ફૂલ સાઈઝ લોકોને ટ્રેનિંગ આપવા ઈચ્છું છુ. તેને જોઈને સ્થૂળ લોકોમાં પણ યોગ કરવાનો આત્મવિશ્વાસ વધશે.




0 Komentar